Skip to content

ફર્ટિવિઝન 2024માં ફર્ટિલિટી કેર

ફર્ટિવિઝન 2024માં ફર્ટિલિટી કેર
અમદાવાદ : ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી (આઇએફએસ) ગાંધીનગરમાં તેની 20મી વાર્ષિક કોન્ફરન્સ ફર્ટિવિઝન 2024નું આયોજન કરશે. આ કોન્ફરન્સમાં નવા સંશોધનો, નીતિગત પહેલો અને વ્યવહારું રણનીતિ વિશે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ટેઇલરિંગ, ટ્રાન્સફોર્મેશન એન્ડ પ્રિવેન્શન ઇન એઆરટી થીમ આધારિત કોન્ફરન્સમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બીજા મહાનુભાવો ઉપસ્થિતિ રહેશે. આ ત્રણ-દિવસીય કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી નિષ્ણાંતો એકત્રિત થશે તથા તેઓ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી…
અમદાવાદ :  ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી (આઇએફએસ) ગાંધીનગરમાં તેની 20મી વાર્ષિક કોન્ફરન્સ ફર્ટિવિઝન 2024નું આયોજન કરશે. આ કોન્ફરન્સમાં નવા સંશોધનો, નીતિગત પહેલો અને વ્યવહારું રણનીતિ વિશે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ટેઇલરિંગ, ટ્રાન્સફોર્મેશન એન્ડ પ્રિવેન્શન ઇન એઆરટી થીમ આધારિત કોન્ફરન્સમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બીજા મહાનુભાવો ઉપસ્થિતિ રહેશે.

આ ત્રણ-દિવસીય કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી નિષ્ણાંતો એકત્રિત થશે તથા તેઓ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (એઆરટી) અને ફર્ટિલિટી કેરમાં નવા યુગની શરૂઆત કરશે. વ્યક્તિગત જરૂરિયાતો મૂજબ ફર્ટિલિટી સારવાર તૈયાર કરવી, ઉભરતી ટેક્નોલોજી સાથે વર્તમાન પદ્ધતિઓમાં પરિવર્તન લાવવું તથા ભાવિ પેઢીઓ માટે રિપ્રોડક્ટિવ હેલ્થની જાળવણી કરવા જેવાં મત્વપૂર્ણ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

જાણીતા વિશેષજ્ઞો મૂલ્યવાન માહિતી રજૂ કરવાની સાથે ડેલિગેટ સાથે ચર્ચા કરશે. લેક્ચર્સ અને વર્કશોપ દ્વારા ઉત્તમ અનુભવની સાથે-સાથે તેમાં નવા સંશોધનો માટે પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવશે.

Date: 6th, 7th & 8th December | Venue: Mahatma Mandir Convention & Exhibition Center, Ahmedabad, Gujarat, India

For More info visit Click Here

Comments

No comments yet. Be the first to share your thoughts.

Back to News