Skip to content

કુંભ મેળો કેમ દર 12 વર્ષે જ યોજાય છે?

કુંભ મેળો કેમ દર 12 વર્ષે જ યોજાય છે?
શું તમને ખબર છે કુંભ મેળો કેમ દર 12 વર્ષે જ યોજાય છે? પૌરાણિક માન્યતાઓ અનુસાર, કુંભ મેળાની શરૂઆત સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે અને તેની સાથે જ તેના આયોજનનું રહસ્ય પણ જોડાયેલું છે. જયારે અમૃત કળશ માટે દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું હતું. સમુદ્ર મંથન દરમિયાન અમૂલ્ય રત્ન, અપ્સરા, જાનવર, વિષ, અમૃત વગેરે નીકળ્યું હતું. કહેવાય છે કે આ સમુદ્રમંથન 12 દિવસ સુધી ચાલ્યું હતું. જે પછી આખરે અમૃતની પ્રાપ્તિ થઈ હતી. એ પછી દેવો અને અસુરો વચ્ચે આ અમૃતને મેળવવા માટે ઝપાઝપી થઈ અને એ દરમિયાન અમૃતની અમુક બું…

શું તમને ખબર છે કુંભ મેળો કેમ દર 12 વર્ષે જ યોજાય છે? પૌરાણિક માન્યતાઓ અનુસાર, કુંભ મેળાની શરૂઆત સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે અને તેની સાથે જ તેના આયોજનનું રહસ્ય પણ જોડાયેલું છે.

 

જયારે અમૃત કળશ માટે દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું હતું. સમુદ્ર મંથન દરમિયાન અમૂલ્ય રત્ન, અપ્સરા, જાનવર, વિષ, અમૃત વગેરે નીકળ્યું હતું. કહેવાય છે કે આ સમુદ્રમંથન 12 દિવસ સુધી ચાલ્યું હતું. જે પછી આખરે અમૃતની પ્રાપ્તિ થઈ હતી. એ પછી દેવો અને અસુરો વચ્ચે આ અમૃતને મેળવવા માટે ઝપાઝપી થઈ અને એ દરમિયાન અમૃતની અમુક બુંદો પૃથ્વી પર પડી. આ જગ્યા આજે ભારતના હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં આવેલી છે. દેવતાઓમાં 12 દિવસ એ મનુષ્યોના 12 વર્ષ સમાન હોય છે અને એટલે જ દર 12 વર્ષે આ જગ્યાઓ પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન અહીંની પવિત્ર નદીઓના જળ અમૃત સમાન બની જાય છે. આ સમયે શાહી સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

કુંભ મેળામાં પણ મહાકુંભ, અર્ધ કુંભ અને પૂર્ણ કુંભ એમ અલગ અલગ પ્રકાર હોય છે. મહાકુંભ જેની શરૂઆત 13 જાન્યુઆરી 2025થી થવા જઈ રહી છે એ 12 કુંભ મેળા એટલે કે 144 વર્ષે યોજાય છે. 


DISCLAIMER: આ આર્ટિકલ માત્ર વિવિધ સ્રોતોમાંથી મળેલી માહિતી પર આધારિત છે અને તેને સંપૂર્ણ સત્ય માની લેવા વિનંતી નથી. ધર્મ વ્યક્તિગત આસ્થા અને મંતવ્યોનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મશાસ્ત્ર કે આ ક્ષેત્રમાં કુશળ વિદ્વાનોની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. આ માહિતીના આધારે કોઇ સમસ્યા અથવા વિવાદ સર્જાય તો gjtalks.com તેની જવાબદારી લેતું નથી. આ આર્ટિકલ ફક્ત માહિતી અને ન્યૂઝના હેતુ માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે.

Comments

No comments yet. Be the first to share your thoughts.

Back to News