સ્ટુડેન્ડ લાઈફ વિદેશ માં

સ્ટુડેન્ડ લાઈફ વિદેશ માં

વિદેશમાં રહેવું એ ઘણી બધી અદ્ભુત ક્ષણો અને તકોથી ભરેલો એક અદ્ભુત અનુભવ છે, પરંતુ તે સમયે તે અતિ મુશ્કેલ પણ હોય છે. તમે જે સંઘર્ષનો અનુભવ કરશો તેમાંની કેટલીક અપેક્ષિત છે - ભાષાના અવરોધો અને સંસ્કૃતિનો આંચકો એ વિશાળ અવરોધો છે જેમાંથી તમારે પસાર થવું પડશે, પછી ભલે તમે ગમે ત્યાં જાઓ. પરંતુ જ્યારે તમે બીજા દેશમાં જવાના ફાયદા અને ગેરફાયદાનું વજન કરી રહ્યાં હોવ ત્યારે તમે કદાચ ધ્યાનમાં ન લો એવી ઘણી બધી બાબતો પણ છે. જેમ જેમ વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં તેમના અભ્યાસને આગળ ધપાવવા યુકે તરફ પ્રયાણ કરે છે, તેમ વિદ્યાર્થીઓના રહેઠાણની વધતી કટોકટી એક મોટો પડકાર બની રહી છે. યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો તેમની આંતરદૃષ્ટિ શેર કરે છે.

વિદેશમાં રહેતા મોટાભાગના વિદેશીઓ માટે સૌથી મોટો સંઘર્ષ એ એકલતાની લાગણી છે. હું ફક્ત મારું  જીવન, મિત્રો અને કુટુંબને દેશમાં જ છોડી દીધું નથી, પરંતુ એવા સ્થાન પર પણ ગઈ છું  જ્યાં બીજા બધા કરતા અલગ છું  એવા સમાજમાં  પોતાના માટે સ્થાન મેળવવું મુશ્કેલ છે.

મારી આપવીતી જણાવું કે પહેલા લંડન ના એરપોર્ટ પર ઉતરીને જાણે કે હું એકલો  પડી ગયો હોય તેવું મને લાગતું હતું  મારી સાથે ના ફેમીલી ના કોઈ ફ્રેન્ડસ હું સાવ ઘબરાઈ ગયો હતો  કોઈની સાથે વાતચીત કરી શકતો ન હતો , પછી એરપોર્ટ પર થી બહાર આવીને કેબ બુક કરીને જ્યાં મૈ રૂમ રાખ્યો હતો ત્યાં ગયો અને  જોયું તો સાવ નાનો રૂમ હતો એ એક નાના રૂમ માં હું અને મારો ફ્રેન્ડ રહેવાના હતા પણ એટલો નાનો રૂમ જોઇને મારા આંખ માં આંસુ આવી ગયા કે આનાથી તો ઘણું બધું મોટું મારું ઘર છે જે ઇન્ડિયા માં છે.

 
તે મારા જીવનનો સૌથી અદ્ભુત, મુક્તિ આપનારો, શૈક્ષણિક અને રોમાંચક સમયગાળો હતો. ઇમારત ઠંડી, ભીની, દુર્ગંધયુક્ત અને અસુરક્ષિત હતી. મને એક અદ્ભુત અનુભવ હતો, કેમ કે રૂમ શેર કરવામાં તે પૈસા બચે જ છે સાથે સાથે એકલતા નથી લાગતી પણ કોઈ અજાણી વ્યક્તિ સાથે રૂમ શેર કરવો તે થોડું અજીબ લાગતું હોય છે. પણ ચલાવું પડતું હોય છે કેમ કે ઘરમાં જેટલી સુવિધાઓ લેશો તે પ્રમાણે ભાડામાં પણ વધારો થતો જશે. ત્યાં આપણું કોઈ નથી અને ઘણી વાર ફ્રિજમાંથી ખોરાક ગાયબ થઈ જતો હોય છે બધું ત્યાં સહન કરીને રહેવાનું હોય છે


જો તમે રેગ્યુલર ભાડું ન ભર્યું તો મકાન ખાલી ન કરવાનું પણ કહેવામાં આવે છે અને મારા ફ્રેન્ડસ સાથે થયું પણ છે. તેના મકાન માલિક દ્વારા તેનો સામાન ઘરની બહાર મૂકી દેવામાં આવ્યો હતો. પણ બધા એવા નથી હોતા ઘણા મકાન માલિક બહુ જ સારા પણ હોય છે. જે આપણી મદદ પણ કરે છે.
 

સાપ્તાહિક એક વખત કપડાં ધોવામાં આવે છે ત્યાં પાણી અને સમય નો બચાવ ના કારણે અઠવાડિયા માં એક જ વાર કપડા ધોવાની મંજુરી મળતી હોય છે તે ઘણા બધા લોકો ને નથી ગમતું કેમ કે આપણે ડેલી કપડા ધોવાની ટેવ છે પણ લંડન માં એવું કઈ જ નથી ત્યાં સાપ્તાહિક એક વખત કપડાં ધોવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે બધા વિદ્યાર્થીઓ પોતાના કપડા એક અઠવાડિયા સુધી સંગ્રહ કરીને રાખે છે અને પછી ધોવે છે.


હું ભારતીય ભોજનને બહુ મિસ કરું છું. જો હું દિવસમાં ઓછામાં ઓછું એક વખત ઘરેલું ભારતીય ભોજન મેળવી નથી શકાતું હું દાળ, ચોખા, આટા, મૂળ મસાલા, ચાની પત્તી, દૂધનો પાઉડર, અડધો કિલોગ્રામ બટેટા અને ડુંગળી જેવી નાની-મોટી વસ્તુઓ સાથે લઉં છું. બનાવું પણ છું પણ જે ઇન્ડીયામાં જે ટેસ્ટ હોય છે તે ત્યાં નથી આવતો. પરંતુ હું  ખરેખર "ઘર કા ખાના" ને મિસ કરું છું.અહિયાં બધું મેદા થી બનેલી બધી વસ્તુ મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

લંડનમાં વિદ્યાર્થી તરીકે તમારા સંઘર્ષનો ઉલ્લેખ કરો અમે તેને અહીં પ્રકાશિત કરીશું
Leave a Comment