હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા :- યુકે

હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા :- યુકે

હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા એ યુકેમાં કામ કરવા માટે લાયક હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સોશિયલ કેર વર્કર માટે મહત્વપૂર્ણ વિઝા છે. આ વિઝા હેઠળ લોકો એવી સેવાઓ પૂરી પાડે છે જે જરૂરિયાતમંદોની જીવનશૈલીને સુધારે, જેમ કે કપડા ધોવા, ડ્રેસિંગ, વ્યક્તિગત સંભાળમાં મદદ કરવી, ખોરાક તૈયાર કરવો, ખાવામાં મદદ કરવી અને જો જરૂરી હોય તો દવાઓની ખાતરી કરવી કે તે લેવાય છે. આ કામ શારીરિક અને માનસિક રીતે તણાવકારક હોઈ શકે છે, પણ તે કામ માટેની પ્રતિબદ્ધતા અને કરુણા જરૂરી છે.


મારું નામ રિયા છે, અને હું આ વિષયમાં પ્રગટ થતી જટિલતાઓ પર પ્રકાશ પાડવા માગું છું. આજકાલ વિદેશમાં અનેક પ્રકારના કૌભાંડો થાય છે, પણ હવે તો કેર વર્કર વિઝાને લઈને પણ ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે. આ કૌભાંડો એટલા ગંભીર છે કે તે માટે લોકો પોતાનો કીમતી સમય અને પૈસા ગુમાવે છે. એક વ્યક્તિને હું ઓળખું છું જે આ વિઝા પર યુકે આવી હતી, સાથે તેના પતિ પણ હતા, અને ત્યાં જ તેમને ખબર પડી કે આ બધું એક મોટો ષડયંત્ર હતું. આ દંપતીએ એક વ્યક્તિને £15,000 ચૂકવ્યા હતા, અને તે વ્યક્તિએ તેમને ભરોસો આપ્યો હતો કે તેઓને સારો જૉબ અને ભવિષ્ય મળશે. પરંતુ ત્યાં પહોચ્યા પછી જાણવા મળ્યું કે કોઈ નોકરી જ નહોતી.


મારા કામની વાત કરું તો, હું રોજ વહેલી સવારમાં ઉઠીને મારે કામ પર જવું પડે છે. હું વૃદ્ધોની અને જરૂરિયાતમંદોની સેવામાં જોડાયેલ છું, જેમાં મારે તેમને સ્નાન કરાવવું, વોશરૂમ સાફ કરવું, અને રોજિંદી દેખભાળ રાખવી પડે છે. મૌખિક સ્વચ્છતાથી લઈને વ્યક્તિગત સંભાળ સુધી દરેક કામમાં સંવેદનશીલતા જરૂરી છે. આ કામ કરવું સરળ નથી, પણ જો કરુણાશીલ હ્રદયથી કરાય તો તે સંતોષકારક બની શકે છે.


કેટલાક લોકો કેર વર્કર તરીકે કામ કરવું પસંદ નથી કરતા. તેમ છતાં મજબૂરીઓ તેમને આ ક્ષેત્રમાં કામ કરવાનું વલણ અપનાવવા મજબૂર કરે છે. બીજી બાજુ, ઘણાં યુવાનો કેશ ઇન હેન્ડ કામ શોધે છે, જેમ કે પિઝા શોપ, લીકર શોપ, વેરહાઉસ વગેરેમાં. કેટલીક યુવતીઓએ તો મજબૂરીમાં વેશ્યાવૃત્તિ તરફ જવું પડ્યું છે. આ વાતમાં એક કરુણસત્ય છે – જિંદગીના કઠિન સમય દરમિયાન યોગ્ય માર્ગદર્શનની કમી માણસને એવી સ્થિતિમાં મૂકે છે જ્યાં તે પોતાના સ્વપ્નોને છોડીને મજબૂરીઓના રસ્તે ચાલે છે.


યુવાન લોકોમાં ઘરેલું દુર્વ્યવહારના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. તેઓ ક્યાંક તેમના પોતાના ભાગીદાર સાથે અથવા ક્યારેક કુટુંબના સભ્યો સાથે દુર્વ્યવહારનો સામનો કરે છે. આ એક ગંભીર સમસ્યા છે, જે દરેકને શાંત અને આદરપૂર્વક જીવન જીવવા માટેનું પર્યાવરણ પૂરૂં પાડવાની આવશ્યકતાને દર્શાવે છે.


આ લેખ જીવનની હકીકતો અને કઠિન પરિસ્થિતિઓને રજૂ કરે છે. જો કે, આનો ઉદ્દેશ છે કે અમે વધુ સાચા, નિષ્ઠાવાન અને કરુણાશીલ બનીને આ સમસ્યાઓનું નિરાકરણ શોધી શકીએ.


શું તમે કોઈ વ્યક્તિ ને જાણો છો જે કૅરે વોર્કર વીસા પર યુકે માં આવ્યા  હોય અને પોતાના અનુભવ શેર કરવા માંગતા હોય તો અમને ઇમેઇલ કરો.


Leave a Comment