પ્રદીપ પટેલ ની એક સોફ્ટવેર ડેવલપર થી ગુજરાતી કલાકાર તરીકે ની સફર

પ્રદીપ પટેલ ની એક સોફ્ટવેર ડેવલપર થી ગુજરાતી કલાકાર તરીકે ની સફર

પ્રત્યેક ગુજરાતીનું એક સપનુ હોય છે કે તે વિદેશ જઈને અહિયાંના જીવનને અનુભવે, ભલે તે અભ્યાસ માટે હોય કે ત્યાં સ્થાયી થવા માટે. આવી જ એક પ્રેરણાદાયક વાત છે પ્રદીપ પટેલની....  આકર્ષક અને સ્ફૂર્તિભર્યા અનુભવની વાર્તા જે દરેક વ્યક્તિ માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહે છે.

વિદેશ જવાની શરૂઆત 
2008 માં BCA અને 2011 MCA ડિગ્રી મેળવ્યા બાદ વિદેશ જવાની ઈચ્છા થઇ અને પિતાને વાત કરી, પણ બિઝનેસમેન પિતા એ સીધી ના જ પાડી દીધી અને એક જ કારણ આપ્યું સાંજે બાપ-દીકરો ભેગા થઈને પરિવાર સાથે એક ટાઈમ એ જમીએ એના  થી મોટું કોઈ સુખ નથી... 


7 વર્ષ પછી તેમના પપ્પા એ વિદેશ જવાની પરમિશન આપી કે બઉ બધા લોકો વિદેશ જાય છે તારે પણ જવું હોય તો જા પણ કન્ડિશન એક જ કે પત્ની અને બાળકો સાથે લઈને... પછી તેમને 2018 માં કેનેડા માટે પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહિ... અને એકાદ વર્ષમાં તેમને માની લીધું કે નસીબ માં વિદેશ નહીં હોય... એમ સમજી મૂકી જ દીધું ...

પ્રદીપ ભાઈ જ્યાં  સોફ્ટવેર ડેવલોપર તરીકે સારા પગાર વાળી  નોકરી કરતા હતા ત્યાં એક ભાઈ એ રિઝાઈન મૂક્યું એટલે તેમને સહજ ભાવે પૂછ્યું બીજી કઈ કંપનીમાં નોકરી મળી ? તો એ ભાઈ એ જણાવ્યું કે હું તો લંડન જાઉં છું અને નૌકરી તો હવે ત્યાં જઈને ભણતા ભણતા ગોતવાની છે... જેવો ભણવાનો શબ્દ સાંભળ્યો એવા  પ્રદીપભાઈ ચોંક્યા... અને પૂછ્યું નોકરીના 10 વર્ષ કર્યા પછી પણ ભણવાનું ? અને તમારે તો પત્ની અને દીકરી પણ છે... તો જવાબ મળ્યો કે  વિદેશ જવા માટે નો સહેલો રસ્તો એટલે સ્ટુડન્ટ વિઝા જેમાં ફેમિલી પણ લઇ જઈ શકાય છે (હાલ નવા નિયમ મુજબ નથી લઇ જઈ શકાતા). પછી તો એ ભાઈના જ એજન્ટ નો કોન્ટેક્ટ કરી પ્રદીપભાઈને પણ ફેમિલી સાથે સ્ટુડન્ટ વિઝા મળી ગયા...

વિદેશ જતા પહેલા જ પ્રદિપ ભાઈ ને પહેલો પડકાર આવ્યો રહેવાનો... ઘર તો ઘણા લોકોને ભાડે આપવાનું હતું પણ જેવા સાંભળે કે જોડે 5 વર્ષની દીકરી છે એટલે સામેથી જવાબ ના મળતો કે નાની દીકરી છે એટલે નહીં આપી એ... પ્રદીપ ભાઈ ની જોડે જોબ કરતા એક સાહેબના સબંધી વર્ષોથી લંડનમાં સ્થાઈ થયેલા તેમના કોન્ટેક્ટ થી વોટફોર્ડ કાર્પેન્ડર્સ પાર્ક માં એક જગ્યાએ રહેવાનું સેટિંગ થઇ ગયું..  અને 16 ડિસેમ્બર 2022 ના રોજ તેઓ તેમની સાથે  પત્ની અને પાંચ વર્ષીય દીકરી  સાથે લંડન માટે નીકળ્યા.

લંડનનું પ્રથમ અનુભવ

જ્યારે તેઓ લંડન પહોંચ્યા એના 2 દિવસ પહેલા જ સારો એવો બરફનો વરસાદ થયો હતો અને વાતાવરણ -2 ડિગ્રી , ત્યારે ત્યાંનું ઠંડુ અને મોહક વાતાવરણ મને મંત્રમુગ્ધ કરી દીધુ. પ્રથમ વાર એ શહેર ત્યાં ના રોડ રસ્તા અને સ્વચ્છતા ને જોવાનું આહલાદક લાગ્યું.  3-4 દિવસમાં તેઓએ કોલેજની પ્રક્રિયાઓ પૂરી કરી, BRP કાર્ડ મેળવી લીધી.. હવે નોકરી ગોતવાની હતી.

ઇન્ટરવ્યૂ આપ્યા વગર નોકરી મળી 

વિદેશમાં કાયમ નોકરી મેળવવી તો સાવ પડકારજનક કામ હતું. અને એ વખત ક્રિસમસ ના દિવસો હતા એટલે જોબ નો તાત્કાલિક મેળ પડે એમ હતો નહિ... એટલે 10 દિવસ પછી જાન્યુઆરી નવા વર્ષમાં ગોતીશું ત્યાં સુધી આ લંડન માં ફરીએ તેના વિશે જાણીએ... તો નવો પડકાર આવ્યો એ આખું વીક લંડન ના મેટ્રો કામદારો સ્ટ્રાઇક પર ઉતરી ગયા હતા એટલે ક્યાંય જઈ ના શક્યા.

ઘરે બેઠા બેઠા એમને અચાનક યાદ આવ્યું કે 2014 માં લંડનની એક ફાર્મા કંપની નું કામ તેમને કર્યું હતું... તેમનો કોન્ટેક્ટ કર્યો તો કંપનીના માલિકે જણાવ્યું કે હમણાં ક્રિસ્મસનું વેકેશન છે અને હું સ્પેનમાં છું.. આ મારી કંપનીનું એડ્રેસ છે આપણે મળીએ  3rd જાન્યુઆરીએ... અને પહેલી મુલાકાતમાં જ સાહેબે કઈ જ સવાલો પૂછ્યા વગર કહી જ દીધું આજ થી જ શરૂ કરી દો તમારી જોબ, તમારે મારુ બધું IT નું વર્ક સંભાળવાનું....   


લંડન જેવા શહેરમાં ફેમિલી સાથે રહેવા માટે  સ્ટુડન્ટ વિઝા પર 20 કલાક કામ પર જે કમાવવાનું મળે એ પર્યાપ્ત નહોતું... પછી ઘણા લોકો એ સલાહ આપી કે તમે તમારી પત્ની ને જે પણ નોકરી મળે એ કરાવો. ફલાણા ભાઈ ના ઘરે કચરા-પોતા (વિદેશની ભાષામાં Cleaning Work) નું કામ  કરવા જરૂર છે..  પણ તેઓ પટેલ સમાજ ના એક સારા ઘરમાંથી અને મજબુત વ્યક્તિત્વ ધરાવતા હતા એટલે તેમને તેમના પત્ની ને કોઈ જેવી તેવી નોકરી ના કરવા દીધી.


સોસીયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સરની શરૂઆત 
સોફ્ટવેર ડેવલોપમેન્ટ અને સોશિયલ મીડિયા ના અનુભવમાં તેમને આગળ વધવાનું વિચાર્યું, રવિવાર રજા ના એક દિવસમાં તેઓ તમને સ્કૂલના મિત્રને કિંગ્સબરીમાં  મળ્યા અને એ મિત્ર તેમને એક દુકાને લઇ ગયા અને જણાવ્યું કે આ દુકાન હમણાં જ ઓપનિંગ થયું છે અને મારા મિત્રની છે આનું માર્કેટિંગ કઈ રીતે કરાય ?
એટલે તેમને કીધું કે અહીં લંડનમાં મને અનુભવ નથી પણ લાવ એક વિડિઓ બનાઈ દઉં... અને તે વિડિઓ બનાવી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક  પર અપલોડ કર્યો. તે વીડિયો મિલિયન વ્યૂઝ સાથે વાયરલ થઈ ગયો. પછી લંડનના અનેક લોકોએ તેમનો સંપર્ક કર્યો.  વિડીઓના માધ્યમથી તેઓ વિશાલ પટેલના સંપર્કમાં આવ્યા અને હાલ પણ બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે એક દિવસ બંને ભેગા થયા ત્યારે વિશાલે જણાવ્યું કે અહીં નોકરીના ખુબ જ પ્રોબ્લેમ છે એમના માટે કંઈક કરવું જોઈએ..  પછી તેઓ એ નોકરી શોધનાર લોકોને મદદરૂપ થવા માટે વિડીયો બનાવ્યા અને લોકોના આશીર્વાદ મળ્યા. તેમની ફેન ફોલોઈંગ જોત જોતા માં 40 હજાર સુધી પહોંચી ગઈ! તેમના કામથી પ્રભાવિત થઈને અનેક લોકોએ તેમના કાર્ય ની સરાહના કરી. લોકોના પ્રેમને તેઓ પોતાના જીવનની સાચી કમાણી માને છે.

માતૃભૂમિ પર પાછા આવવા નો નીર્ણય 
લંડનમાં પ્રદીપભાઈએ જે નામ મેળવ્યું  જે કમાણી કરતા એવું ખુબ ઓછા વ્યક્તિના નસીબ માં હતું... જોત જોતામાં વર્ષ પૂરું થવા આવ્યું  અહીંયા તેમની કેરિયર  એકદમ ઉંચાઈએ હતી, જ્યાં નોકરી કરતા ત્યાં કાયમી પણ થવાંના હતા અને હવે 40 કલાક કામ પણ કરી શકવાના હતા. જોડે પ્રોમોશન નું કામ પણ પૂર જોશમાં ચાલતું હતું... 
ભણવાનું પૂરું થતા આગળ શું કરવું એનો નિર્ણય લેવાનો હતો... જો 2વર્ષના PSW અથવા 3 વર્ષ Sponsorship નો જે ખર્ચ થાય એ આપવાનો હતો.. અને એ વર્ષ પુરા થાય પછી ફરી સ્પોન્સોર્શિપ લેવાની, 5 વર્ષ પછી ઇંડેફિનેટ થવાનો ખર્ચ, 7-8 પછી PR થાઓ ત્યારે એનો ખર્ચ... આમ તેઓએ કેલ્ક્યુલેશન કરતા 7-8 વર્ષ સુધી કમાઈને ત્યાં જ આપવાના અને રહેવાનું સ્ટ્રેસ માં  સાથે  તેઓ જયારે જોબ પરથી ઘરે આવતા ત્યારે શહેરની એક જ વાત એમને ખાસ  પસંદ ના આવતી કે આટલું ભાડું (60% પગાર ) આપી ને પણ રહેવાનું તો એક મજૂરના જેમ 10X10 ની ઓરડીમાં... હું તો સવાર માં નોકરી જતો રહીશ પણ આ દીકરી અને પત્ની આખો દિવસ આ નાનકડી ઓરડીમાં કેમના રહેતા હશે. અને પિતા ને જણાવ્યું કે તેઓ પાછા આવવાનું વિચારી રહ્યા છે. પિતાએ પણ સપોર્ટ કરતા કહ્યું કે વાંધો નહિ મનના માનતું હોય ત્યાં તો  જયારે આવું હોય ત્યારે આવી જજો...  

નક્કી કર્યા બાદ જયારે ત્યાંના મિત્રોને વાત કરી તો દરેક ના મોઢે એક જ વાત સાંભળવા મળી કે નસીબદાર છો તમે કે કોઈ ટેંશન વગર તમારા મન થી પાછા જઈ શકો છો. અમારા માટે તો ક્યારે લોન ભરીશું ને ક્યારે આંટો મારવા એ ઇન્ડિયા જાશું એ પણ ખબર નથી.

ઇન્ડિયા પાછા આવાનું નક્કી કર્યા બાદ જ્યાં થી  જોબ છોડી ને ત્યાં આવ્યા હતા ત્યાં વાત કરી તો ત્યાંના સાહેબે પણ ખુશ થઈને જણાવ્યું કે અરે વેલકમ તમારા જેવા ટેલેન્ટ ની ખાસ જરૂર છે. ઇન્ટરવ્યૂને બધી ફોર્માલિટી લંડનથી જ પુરી કરી.
તેમના વિઝા મેં મહિના માં પુરા થતા હતા છતાં તેઓ ફેબ્રુઆરીમાં જ ઇન્ડિયા જતા રહ્યા કારણકે તેમને નક્કી જ કર્યું કે અહીં નથી રહેવું તો પછી રહેવાનો કઈ મતલબ નથી. તેઓ લાગણીઓ સાથે ભારત પરત ફર્યા.  
 અને ઇન્ડિયા પહોંચીને 5 દિવસમાં ફરી જોબ શરૂ કરી દીધી...  

અમારી ટીમની વાત એમની સાથે થતી હતી ત્યારે એક વાક્ય એમને ખુબ સરસ કહ્યું કે " મેં લંડનમાં ખુબ પૈસા નથી કમાયા પણ ખુબ જ નામ કમાયું એનો મને આનંદ છે" 
કભી ખુશી કભી ગમ ફિલ્મનો ડાયલોગ તેમને ખુબ જ ગમે છે "પેસા તો હર કોઈ કમા લેતા હે લેકિન નામ કમાના હર કિસી કે બસ કી બાત નહિ"  

પ્રેરણાદાયક સંદેશ
આપનો દેશ પણ વિદેશ જેવો જ બની શકે છે  અહીં અને ત્યાં માં કઈ ખાસ ફરક  નથી, ફરક માત્ર સ્વચ્છતા અને ત્યાંની પબ્લિક ડિસિપ્લિન અને નિયમોને માને છે. બાકી તેમના મત મુજબ વિદેશ કરતા અહીં  ઇન્ડિયાની હોસ્પિટાલિટી સિસ્ટમ ઘણી સારી છે. જયારે જરૂર હોય ત્યારે ડોક્ટર ને મળીને નિદાન તો કરી શકીએ. 5-7 દિવસ તો રાહ ના જોવી પડે.   તેમના અનુભવ મુજબ વિદેશ જવાનું શ્રેષ્ઠ વય 22-26 વર્ષની હોય છે
Leave a Comment