'ઉત્તરાયણ ઊડે ઊડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ.’  એ ‘લપેટ...’ ‘લપેટ...'

'ઉત્તરાયણ ઊડે ઊડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ.’ એ ‘લપેટ...’ ‘લપેટ...'

બાળકોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. ઉત્તરાયણ એક માત્ર એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે. ઉત્તરાયણ દર વર્ષે 14 જાન્યુઆરી ના દિવસે ઉજવાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે  માટે તેને મકરસક્રાંતિ પણ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ’ પણ કહે છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઊઠે છે. મકરસંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. બધા લોકો યુદ્ધની તૈયારી કરતાં હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે. 

 

મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગયુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ઠેરઠેરથી કાટા...’ ‘કાટા...’ ‘લપેટ...’ ‘લપેટ...ની બૂમો સંભળાય છે. સ્પીકરોનો ઘોઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. પતંગરસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે. આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છે. સમૃદ્ધિ અને સુખ લાવવા માટેલોકો જરૂરિયાતમંદ લોકોને ઘઉં અને મીઠાઈઓનું દાન કરે છે. ઘરની મહિલાઓ  પણ આગલી રાત્રે તલ -સાંકળી  કે  તલના લાડુ બનાવી રાખે છે . સાથે બોર જામફળ ને શેરડી તો ખરા જ ! કોઈ કોઈ તો ઉત્તરાયણની બપોરે ઉંધીયું ખાતા ખાતાં એ કાટા એ..... કાટાની..... બૂમો પાડવાનો આનંદ લૂટવાનું પણ આયોજન કરે છે. આ તહેવાર તીલ અને ગોળથી બનેલી મીઠાઈઓ અને ગજક અને ચિક્કી જેવી મીઠાઈઓ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો શેરડીબોર અને તલસાંકળી ખાય છે.  

 

કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં ઘણો રસ પડે છે. કેટલાક લોકો પતંગ પકડવા જતાં ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે. લોકો ટુવ્હીલરના લોકો પોતાના વાહન આગળ એક રીંગ લગાવી દેતા હોય છે જેનાથી લોકો ના ગળા ના કપાઈ જાય. અને તકેદારી પણ રાખતા જોવા મળતા હોય છે. કેમ કે ઘણા બધા લોકો ના ગળા કપાવાની ઘટના દર વર્ષે બનતી જ રહે છે. તેના થી બચવા માટે લોકો વાહન પર રીંગ લગાવે છે તેની તકેદારી રાખવી ખુબ જરૂરી છે સાથે સાથે કેટલીક સંસ્થાઓ છે જે ઉત્તરાયણ સેવ બર્ડઝ અભિયાન ચલાવે છે

 

ઉત્તરાયણ સેવ બર્ડઝ કેમ્પેઈન એ વાર્ષિક ઈવેન્ટ છે જેનો ઉદ્દેશ્ય ઉત્તરાયણના પતંગ ચગાવવાના તહેવાર દરમિયાન ઘાયલ પક્ષીઓને બચાવવા અને પુનર્વસન કરવાનો છે. આ અભિયાન 14મી અને 15મી જાન્યુઆરીના રોજ થાય છેજ્યારે ભારતમાં તહેવાર ઉજવવામાં આવે છે. .પતંગ ઉડાડવાની અને પછી બીજાના પેચ કાપવાની અલગ મજા આપતો આ તહેવાર પક્ષીઓ માટે સજા બની જાય છે. તો થોડું તેના વિષે જોઈએ

-     રોડ પર અથવા ઝાડ પર ઘાયલ પક્ષી મળી આવે તો તેને સંભાળીને કાર્ડબોર્ડના ખોખા અથવા બાસ્કેટમાં મૂકીને સેન્ટર પર પહોંચાડવું જોઈએ. પક્ષીના પગમાં અથવા પાંખમાં દોરો વીંટાઈ ગયો હોયતો દોરો કાપીને પક્ષી ઉડી શકે તેમ હોય તો તેને ઉડાવી દેવું જોઈએ. પક્ષીમાંથી લોહી નીકળતું હોય તો ફર્સ્ટ એડ સારવાર આપીને સૌપ્રથમ લોહી નીકળતું બંધ કરવું જોઈએ. કારણ કેપક્ષીના શરીરમાંથી ફક્ત 10 ટીપા લોહી નીકળવાથી તે બેહોશ થઈ શકે છે. ઘાયલ પક્ષીને ખાવા પીવાની વસ્તુ ન આપવી જોઈએ અને તાત્કાલિક બચાવ કેન્દ્ર પહોંચાડવું જોઈએ.

 

કેટલાક લોકો પહેલા  રાતે ટુક્કલ ચગાવતા હતા પણ હવે  ટુક્કલ  બંધ થઇ ગયી છે તેના બદલામાં લોકો હવે ફટાકડા ફોડવામાં રસ ધરાવે છે ઉત્તરાયણ ની રાતે જાને આકાશ માં દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે. તે દિવસે થોડો માહોલ ઠંડો જોવા મળતો હોય છે કેમ કે બધા થાકી ગયા હોય છે એટલે બધા મોડા ઉઠે અમુક લોકો ને ખાલી ઉતરાયણ ની ઓફીસ માંથી રજા મળતી હોય છે વાસી ઉતરાયણ ની રજા નથી મળતી તેના લીધે પણ થોડો માહોલ ઠંડો જોવા મળે છે. વાસી ઉત્તરાયણની સાંજે જે પતંગોમાં રસા કસી નો માહોલ અલગ જ અંદાજ માં જોવા મળતો હોય છે કારણ કે પછી તો સુધી આવતા વર્ષે જ પતંગ ચગવાની હોય છે એટલે બધા ફૂલ મસ્તી જોશ માં જોવા મળતા હોય છે પણ જો પવન ના હોય તો બધા પતંગ ના ઠુમકા મારતા પણ જોવા મળે છે જેનાથી બધા ના હાથ દુખી જતા હોય છે ઠુમકા મારી મારીને અને જો પવન આવ્યો તો તો પતી જ ગયું સમજો આર કે પાર. આવી  રીતે ઉત્તરાયણ નો તહેવાર ઉજવવામાં આવતો હોય છે. 


ઉત્તરાયણના આ તહેવારના દિવસે, રંગબેરંગી પતંગો તમારા જીવનને સુખ અને સફળતાથી રંગે. હેપ્પી કાઈટ ફ્લાઈંગ!

Comments (1)
GJ Talks Webpage author
* * * Win Free Cash Instantly: https://google.com * * * hs=364296cf13700afe444976723b412389* ххх*
Posted at 07:31h, 10 May Reply

h3al3l

Leave a Comment