શું તમને ભારત માં વિવિધ તા માં એકતા લાગે છે ?

શું તમને ભારત માં વિવિધ તા માં એકતા લાગે છે ?

વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. દેશમાં વિવિધ પ્રદેશો છે, એ પ્રદેશોમાં વસતા લોકોનાં પહેરવેશ, ધર્મ, ભાષા, રીતરિવાજમાં ભાતીગળ ભિન્નતા જોવા મળે છે. ‘સમગ્ર ભારત એક છે અને આપણે બધાં ભારતીય છીએ’ એ ભાવના પ્રાચીન કાળથી પોષાતી આવી છે. ભારતમા વિવિધતામાં એકતા વાળો દેશ છે. જ્યારે હુ લંડન ગયો ત્યારે મને વિવિધતામાં એકતાનો ખ્યાલ આવ્યો. ભારતમાં હતો ત્યારે ગુજરાતની અને લંડનની સરખામણી કરીને જોયું તો મને ખેરખર લાગ્યું કે ભારતમાં જ ખાલી વિવિધતામાં એકતા જોવા મળી શકે છે. ખાલી લંડન નહી પણ બહાર ના દેશો નું જોવા જશો તો ખબર પડશે કે બીજા લોકો શું કરે છે ક્યાં જાય છે, શું જમવાનું જમે છે અન થી લોકો ને કઈ જ ફરક નથી પડતો . બધા લોકો પોતપોતાની મસ્તી માં જ હોય છે. નાના છોકરાઓ એમની સ્કુલ લાઈફમાં મસ્ત હોય છે યંગસ્ટર્સ કોલેજ લાઈફ માં પોતાનું ભવિષ્ય બનાવવામાં લીન હોય છે અને યુવાન લોકો પોતાની જોબ માં ખોવાયેલા હોય છે. લંડન એટલું ફાસ્ટ છે કે ક્યારે ટાઈમ જતો રહે કઈ જ ખબર નથી પડતી.

ભારતીય વાનગીઓ વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી રહી છે. ભારતમાં પ્રાંતે પ્રાંતે રસોઈ બનાવવાની પદ્ધતિઓ જુદી જુદી છે. તેની સાથે દરેક પ્રદેશની વાનગીનો એક અલગ જ લહેજો છે. ભારતીય વાનગીઓ ની લાક્ષણિકતા વિવિધ પ્રકારના મસાલા, ઔષધો અને ભારતમાં ઉગાડવામાં આવતા શાકભાજી અને કયારેક ફળોના ખૂબ જ સુવ્યવસ્થિત અને ચતુરાઈપૂર્વક કરવામાં આવતો ઉપયોગ અને સમાજના લગભગ તમામ વર્ગોમાં વિશાળ ફલક પર પ્રચલિત શાકાહારી ભોજન પદ્ધતિ છે. ભારતીય વાનગીઓના વર્ગમાં વાનગીઓ અને તેને બનાવવાની પદ્ધતિઓમાં ઘણી જ વિવિધતા રહેલી છે. અને ઘર ની વાત કરીએ તો ભારત માં જો કોઈ ના ઘરે ઈંડા ય નોનવેજ જમવાનું બને તો પણ બાજુમાં સ્મેલ આવે એટલે તેની સમસ્યા ઉભી થતી હોય છે. કેમ કે બધા ભારતીય લોકો નોનવેજ ખાતા નથી હોતા. જેના કારણે તેમને નોનવેજ ની સ્મેલ ગમતી નથી હોતી. અને લંડન માં આવું કઈ જ નથી હોતું તમે તમારા ઘરે કોઈ પણ જમવાનું બનાવી શકો છો ત્યાં કોઈ ને કઈ જ તકલીફ નથી હોતી. ત્યાં બધા ફ્રી માઈન્ડ ના હોય છે ભારત માં પણ હોય છે પણ બધી જગ્યા અ બધું સરખું નથી હોતું.

ભારત ના લોકો અને એમાં પણ જો ગુજરાતી હોય ને પંચાયત ના કરે તો અ ગજરાતી શેનો? એટલે આપણે વાત કરીએ પંચાયત ની જે બધા જ ઘર માં કોઈ નું કોઈ કરતું જ હોય છે. કોઈ ના ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો ચોરી છુપે જોવે અને ઘર ની બહાર આવી ને પણ ઘણા લોકો જોતા હોય છે. જોવે ને પછી પંચાયત ચાલુ કરી દે. જો કોઈ અલગ પ્રકાર ના કપડા પહેર્યા હોય ય તમે કોઈ સ્ટાઇલ કરો તો લોકો ને પંચાયત કરવાનો ટોપિક મળી જતો હોય છે અને લાંબી લાંબી પંચાયત ચાલુ કરી દે છે. ત્યારે લંડન માં આવું જ કઈ જ નથી હોતું તમે તમારી લાઈફ તમારી રીતે જીવી શકો છો. ત્યાં તમારી પંચાયત કરવાનો કોઈ ની પાસે સમય પણ નથી હોતો.

સામાજિક સમસ્યા એ એક સમસ્યા છે જે સમાજમાં ઘણા લોકોને અસર કરે છે. જો હિંદુ સમાજ ની વાત કરીયે તો જો કોઈ હિંદુ સમાજ માં કોઈ નીચા વર્ગના લોકો ઘર ખરીદે તો સમાજ માં સમસ્યા ઉભી થઇ જતી હોય છે અને જલ્દી ઘર આપતા નથી હોતા.એ લોકો ની પેહલી પસંદગી પોતાની સમકક્ષ કે પોતાની જતી વાળા ને જ હોય છે. આ વસ્તુ જો લગ્ન માટે છોકરી જોવા જાઓ તો પેહલા તમારી જાતી પૂછે છે. અને આવું જ મુસ્લિમ સમુદાય માં પણ આવું જ જોવા મળે છે. તો પછી કેવી રીતે કહી શકાય કે વિવધતા માં એકતા છે?

તમારો મત જણાવો કે તમને લાગે છે કે ભારત માં વિવિધ તા માં એકતા છે?

Leave a Comment