હરિયાળી સાથે જીવન: લંડન ની પ્રકૃતિની સુંદરતા

હરિયાળી સાથે જીવન: લંડન ની પ્રકૃતિની સુંદરતા


લંડનના હાઈ બાર્નેટ વિસ્તારમાં, જ્યાં હું રહેતો છું, ત્યાં પ્રકૃતિના સુંદર નઝારાઓ જોવા મળે છે. આસપાસની હરિયાળી એવી છે કે જાણે હું પ્રકૃતિની ગોદમાં બેસી રહ્યો છું. આ વિસ્તારમાં દર રોડ પર લાઈનથી ઊંચા વૃક્ષો અને નાના બગીચાઓ છે, જ્યાં પક્ષીઓની મીઠી કિલકિલાટ સાંભળવા મળે છે. નદીનો વહેતો પ્રવાહ અને ઠંડક આપતી હવા જિંદગીમાં શાંતિ લાવે છે.


જ્યારે હું અમદાવાદમાં હતો, ત્યારે આ બધું મિસ કરતું હતું. ત્યાં જ્યાં નજર નાખો ત્યાં કાંકરીટના મકાન અને ગગનચુંબી ઈમારતો દેખાતી. ગરમીમાં છાંયડો મળવો દુરની વાત હતી, કારણ કે ત્યાં ઝાડનો અભાવ હતો. પરિસરમાં વૃક્ષો અને બગીચાઓની ખોટ મને ખૂબ અનુભવાતી.


લંડનમાં, દરેક ઘરની બહાર એક નાનો બગીચો હોય છે, અને રસ્તાની બાજુએ છોડ-વૃક્ષો ધરાવતા ચોખ્ખા રસ્તાઓ છે. લોકો પોતાના ઘરોની બહાર ફૂલો અને છોડ ઉગાડે છે, જેને જોવા મળતા આનંદ થાય છે.


મને લાગે છે કે ભારતમાં પણ દરેક ઘરની બાજુમાં અથવા બહાર વૃક્ષો હોઈ શકાય તેવું આયોજન થવું જોઈએ. કંકરીટની જંગલને બદલે હરિયાળુ મહાનગર બનાવવું મહત્વનું છે. દરેક વ્યક્તિ પોતાના ઘરની આસપાસ એક વૃક્ષ ઉગાડે તો પર્યાવરણ માટે ઘણું મોટું યોગદાન આપી શકે.


લીલી જગ્યાઓ માત્ર લોકો માટે જ ફાયદાકારક નથી પરંતુ પર્યાવરણ માટે પણ મહત્વપૂર્ણ છે. આ વિસ્તારો કુદરતી ફિલ્ટર તરીકે કામ કરે છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને અસરકારક રીતે શોષી લે છે. ગ્રીનસ્પેસમાં બગીચાઓ, જંગલો અને શેરીનાં વૃક્ષો સહિત વનસ્પતિની શ્રેણીનો સમાવેશ થઈ શકે છે. ઉદ્યાન સામાન્ય રીતે છોડ અને વૃક્ષોથી શણગારવામાં આવે છે.


લીલી જગ્યાઓ સુખ અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે દર્શાવવામાં આવે છે  માનવ હરિયાળીની અસર માનવ પર બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે અને એકંદર સુખાકારીમાં પણ સુધારો થાય છે તેઓ ગુસ્સો, હતાશા અને ચિંતાને ઘટાડવામાં તેમજ મોસમી લાગણીના વિકારના લક્ષણોને સરળ બનાવવામાં પણ મદદ કરે છે. આગળ વાત કરીએ છોડ આપણને ખોરાક પૂરો પાડે છે, જેમ કે ફળો, શાકભાજી વગેરે સાથે સાથે છોડ આપણને દવાઓ આપે છે. ગરમ, સન્ની દિવસોમાં છોડ છાંયો આપે છે. છોડ જમીનનું ધોવાણ ઘટાડવામાં મદદ કરે છે. છોડ વાયુ પ્રદૂષણ અટકાવે છે. છોડ કાગળ પણ આપે છે. છોડ લાકડા અને લાકડાનો સારો સ્ત્રોત છે. છોડ દિવસના સમયે ઓક્સિજન આપે છે છોડ કપાસ, જ્યુટ વગેરે જેવા રેસા પૂરા પાડે છે


મોટાભાગના ઘરમાં બગીચો હોય છે કેમ કે ઘણા બધા લોકો ને ગાર્ડનીંગ કરવું ગમતું હોય છે જેમાં તે ફૂલો, ઝાડીઓ અને વૃક્ષોનું રોપણ કરે છે અને તે બગીચામાં જાતે જ ધ્યાન રાખતા હતા પણ જે લોકો ના ઘર માં બગીચો નથી તો તેનો ઉપાય છે કે રોડ ઉપર કેટલાક વ્યક્તિગત વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે


અત્યારની વાત કરીએ તો વાયુ પ્રદુષણ તો બધી જ જગ્યાઓ પર જોવા મળતું જ હોય છે પણ તે આપણા આરોગ્ય પર પણ અસર કરે છે વાયુ પ્રદૂષણ થી શ્વસન ચેપ, હૃદય રોગ, સ્ટ્રોક અને ફેફસાના કેન્સરનું જોખમ પણ વધારે છે અને જે લોકો પહેલાથી જ બીમાર છે તેમને વધુ ગંભીર અસર કરે છે. માટે તેનાથી સાવધાન રહેવું જોઈએ તેની તકેદારી માટે મોઢા પર રૂમાલ બાંધવો જોઈએ. માનવનું આરોગ્ય સારું તો જીવન સારું.


આકાંક્ષા છે કે ભવિષ્યમાં દરેક શહેર લંડનના હાઈ બાર્નેટ જેવી હરિયાળીથી ભરપૂર બને, જ્યાં માત્ર રહેવું જ નહીં, જીવવું પણ આનંદદાયી થાય!

Leave a Comment