શું તમારે યુકે માં સ્થાયી થવા માંગો છો ચાલો જોઈ એ Innovator Founder visa

શું તમારે યુકે માં સ્થાયી થવા માંગો છો ચાલો જોઈ એ Innovator Founder visa

આઓ જોઈએ યુકે માં સ્થાયી થવા માટે કયા વીસા અને કેવી રીતે આપ્લાય કરી શકો છો.

તમે યુનાઇટેડ કિંગડમમાં એક નવીન વ્યવસાય શરૂ કરવા અને ચલાવવા માંગતા હો - તે બજારમાં કોઈ અન્યની તુલનામાં અલગ અને ખાસ હોવું જોઈએ.

તમારો વ્યવસાય અથવા વ્યવસાયનો વિચાર એક માન્ય સંસ્થા (endorsing body) દ્વારા માન્યતા પ્રાપ્ત હોવો જોઈએ.
માન્યતા પ્રાપ્ત સંસ્થા  એટલે  જે Innovator Founder વિઝા માટે ઉમેદવારના વ્યવસાય અથવા વ્યવસાયના વિચારને સમર્થન આપે છે. આ સંસ્થા ચકાસે છે કે તમારી બિઝનેસ આઈડિયા નવીન છે, આટલું જ નહીં, તે બ્રિટનની અર્થવ્યવસ્થાને મૂલ્યવર્ધન કરવાનું ક્ષમતા ધરાવે છે.

આ સંસ્થાઓ સરકાર દ્વારા માન્ય છે અને તેમની પાસેથી મંજુરી મેળવવી આ વિઝા માટે અનિવાર્ય છે.

તમે અન્ય યોગ્યતા જરૂરીયાતો પૂર્ણ કરો છો. આ વિઝાને અગાઉ Innovator વિઝા તરીકે ઓળખવામાં આવતું હતું. 


આઓ જોઈએ તમારી યોગ્ય તા કેવી રીતે પુરી કરી શકો છો.  તમારે નીચે આપેલા મુદ્દા  ઓ  ફરજીયાત રીતે પુરા કરવા પડશે 

તમે કોઈ એવો ધંધો ના લઇ શકો કે એમાં જોડાઈ શકો કે જે પેહલા થી જ ચાલતો હોય.
તમે જે ધંધો કરવા ના છો એ એક યુનિક આઈડિયા છે અને માર્કેટ માં પેહલા થી ઉપલબ્ધ નથી.
તમારે બતાવવું પડશે કે તમારા ધંધા નો સંભવિત () ગ્રોથ  (વિકાસ) થઇ શકે છે.
જે ધંધો કરવા ના છે એ ને તમે મોટા પાયે લઇ જય શકો છો અને યુકે ના બજાર માં તમે નવી નોકરી ની તક ઉભી કરી શકો છો .

તમારે માટે અંગ્રેજી ભાષા માં નિપુણતા હોવી જોઈએ. તેના માટે નીચે આપેલી કેટલીક શરતો પુરી કરવી પડે છે 

 1) માન્ય સંસ્થા પાસે થી તમારે સેલ્ટ  ની પરીક્ષા પાસ કરવી પડે.

 2) તમારી સ્નાતક (Graduation) કે અનુસ્નાતક  ((Post Graduation) શિક્ષણ અંગ્રેજી ભાષા માં કરેલું છે અથવા તમે કોઈ વિષય માં ડોક્ટરેટે (PhD) મેળવેલું છે.
 
 તમે કેટલો સમય રહી શકો છો 

આ વીસા ની વેલિડિટી 3 વર્ષ ની હોય છે જો તમે 3 વર્ષ પુરા કરો છો તો તમે યુકે માં  ઇંડેફિનેટ એપ્લાય કરી શકો છો.

માન્ય પ્રાપ્ત સંસ્થા જે ઉપ્પર બતાઈ હતી તે 12 મહિના, 24 મહિના પછી તમારા ધંધા ની પ્રગતિ અને ધંધા ની ચકાસણી કરે છે. જો તેઓ ને ના લાગે તો તે ચકાસણી ના સમયે એને પાછું લઇ શકે છે અને તમે પછી યુકે માં રહી શકતા નહિ. જો તમારે વધારે રેહવું હોય તો તમારે તરત જ ફરીથી એપ્લાય કરી શકો છો એ પણ જુના વિસા પતે એ પેહલા.

કેવી રીતે તમે એપ્લાય કરી શકો છો 

તમે જો યુકે માં હોઉં કે યુકે ની બહાર હોય. તમે જો કોઈ અન્ય વીસા પર હોય તો તેને સ્વિચ કરી શકો છો.  આ વીસા પર તમે તમારા બાળક એન્ડ પાર્ટનર ને બોલાઈ શકો છો.

આ માં તમને એપ્લાય કર્યા પછી જો યુકે માં હોય તો 8 અઠવાડિયા  અને યુકે ની બહાર હોય રો 3 અઠવાડિયા લાગે છે.

આ વીસા એપ્લાય કરવા માટે 1,191 પાઉન્ડ  દરેક વ્યક્તી માટે લાગે છે તો તમે યુકે ની બહાર થી એપ્લાય કરો છો તો અને જો તમે યુકે માં થી એપ્લાય કરતા હોવ તો  1,486 પાઉન્ડ.  આના શિવાય તમારે હેલ્થ સરચાર્જ અને બીજું બેંક બેલેન્સ બતાવવા નું હોય છે. 

જો તમારે વીસા ને લઇ ને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો.

વધુ વિગતો જાણવા માટે તમે નીચે આપેલી લિન્ક પર ક્લીક કરી ને જોઈ શકો છો.  
Leave a Comment