સન્નીનો લંડન શહેરમાં અનુભવો - ભાગ ૧

સન્નીનો લંડન શહેરમાં અનુભવો - ભાગ ૧

મારું નામ સન્ની છે અને હું યુનાઇટેડ કિંગડમના લંડન શહેરમાં સ્ટુડન્ટ વિઝા પર આવ્યો છું. મમ્મી એ મને ભારતથી અમુક ખાવા-પીવાના સામાન મોકલ્યા હતા – હળદર, લસણનું પાવડર, આદું પાવડર જેવા મસાલા, જેથી હું અહીં ખાવનું બનાવી શકું.

હું લંડન આવ્યા બાદ ઘર શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી. ખાસ કરીને હેરો(Harrow) પાસે. આખરે એક રૂમ મળ્યું જે શેયરિંગમાં હતું, તે પણ મહિનાના 800 પાઉન્ડના ભાડે. એ ઘરમાં હું એક ગુજરાતી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પતિ, રિતેશ; પત્ની, યાતિ અને તેમની નાની દીકરી રિયા હતા.

યાતિ સ્ટુડન્ટ વિઝા પર હતી અને રિતેશ ડીપેન્ડન્ટ વિઝા પર. આ પરિવાર ખૂબ જ મહેનતી હતો. ભારતમાં રિતેશની પોતાની ફેક્ટરી હતી અને એ જીવન સારી રીતે જીવી રહ્યા હતા. પણ અહીં લંડનમાં, ડીપેન્ડન્ટ વિઝા પર, રિતેશ વેરહાઉસમાં મજૂરી કરતો હતો. યાતિ પણ નિયમના વિરુદ્ધ કામ કરતી હતી – 20 કલાકથી વધુ. તેમની નાની દીકરી રિયાને તેઓ કામ પર જતી વખતે એક રૂમમાં બંધ કરી જતા હતા.

ઘરમાં શેયરિંગની મુશ્કેલી

શેયરિંગમાં રહેવું એ મારું પહેલું અનુભવ હતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી સાથે એવું બનશે જે અહીં બની રહ્યું છે. યાતિ મને ઠંડીમાં હીટર ચાલુ કરવાની પણ મંજૂરી ન આપતી. મને પોતાનું હીટર ખરીદવું પડ્યું. હું રસોઈ પણ દિવસમાં માત્ર એક વાર કરી શકતો હતો – સવારે કે સાંજે.

ચોરાવટની ચોંકાવનારી ઘટના

હું રોજ કોલેજનું કામ પૂરુ કરીને વોક માટે જતો હતો. એક દિવસ, ઘરેથી 10 મિનિટ દૂર ગયો ત્યારે મને યાદ આવ્યું કે મારો વૉલેટ ભૂલી ગયો છું. હું તરત જ પાછો ફર્યો. મને ખબર હતી કે મારો વૉલેટ વિંડો પાસે છે, તો હું મેન ગેટ ખોલ્યા વગર સીધા વિંડો પાસે ગયો.

વિંડોમાંથી જોયું તો શું થયું કે, યાતિ મારા રૂમમાં હતી અને મારા ખાવા-પીવાના સામાનમાંથી મસાલા લઈ રહી હતી. મારી સાથે આંખે આંખ મળતાં એ ગભરાઈ ગઈ. તે જાણતી હતી કે હું જોઈ ગયો છું.

હવે મેં તપાસ શરૂ કરી તો મને ખબર પડી કે મારા બધા ભારતીય મસાલા – જે મારી મમ્મી એ મોકલ્યા હતા – યાતિએ ચોરી કર્યા હતા અને વધુમાં, મારી માટે લાવેલું દૂધ પણ એ લઇ લેતી હતી.

માનવ માનસના પ્રશ્નો

મને સમજાયું નહીં કે આટલું બધું કમાઈને પણ લોકો આવા કામ કેમ કરે છે. પૈસા બચાવવા માટે કે કોઈ અન્ય કારણસર?

જો તમને આ વાત રસપ્રદ લાગી હોય, તો કોમેન્ટમાં જણાવો. હું બીજા ભાગમાં મારા અનુભવના વધુ અવિસ્મરણીય પળો શેર કરીશ.

(આગળ શું થાય છે, તે માટે રાહ જુઓ!)

Comments (4)
GJ Talks Webpage author
Ankur
Posted at 09:17h, 16 December Reply

Ehvu jh Che bhai Bhadi jagiya

GJ Talks Webpage author
Manish Pandey
Posted at 11:29h, 22 December Reply

Bharat ma male chana chor - UK ma male masala chor 🤤

GJ Talks Webpage author
Ankur
Posted at 09:17h, 16 December Reply

Ehvu jh Che bhai Bhadi jagiya

GJ Talks Webpage author
Ramesh
Posted at 11:23h, 16 December Reply

Mast article che

Leave a Comment